આવકવેરા વિભાગે એક આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રૂપના કેસમાં ૪ નવેમ્બરના રોજ ચેન્નઇ અને મદુરાઈ સ્થિત કંપનીના પાંચ ઠેકાણા પર દરોડા પાડયા હતા. આવકવેરા વિભાગ દ્વારા શનિવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કંપનીમાંથી રૂપિયા ૧,૦૦૦ કરોડની બેહિસાબી આવક ઢડપી લેવામાં સફળતા મળી છે. સિંગાપોરમાં રજિસ્ટર્ડ કરાયેલી કંપનીમાં શંકાસ્પદ રોકાણોના પુરાવા મળી આવ્યા છે. આ ચોક્કસ કંપનીના શેર અન્ય બેના નામે છે જેમાંથી એક ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ હતી. બીજી કંપની એક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ફાઇનાન્સ ગ્રૂપની પેટા કંપની છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, દરોડા પડાયા તે કંપની બહુ ઓછી રકમના રોકાણ કરતાં ૭૨ ટકા શેર હિસ્સો ધરાવે છે. બાકીનો શેરહિસ્સો મોટા મૂડીરોકાણ કરવા છતાં મૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના નામે ફક્ત ૨૮ ટકા શેરહિસ્સો છે.