જમ્મુ-કાશ્મીરમાં સોમવાર ૮ ઓક્ટોબરથી શહેરી સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓનો પ્રારંભ થઈ રહ્યો છે. આતંકવાદીઓની ધમકી અને નેશનલ કોન્ફરન્સ તથા પીડીપીના બહિષ્કાર મધ્યે યોજાનારી ચૂંટણી માટે રાજ્યમાં ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના ચૂંટણીઅધિકારીના જણાવ્યા અનુસાર ચાર ચરણમાં યોજાનારી આ ચૂંટણીમાં ૨,૯૯૦ ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી ૨૪૪ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેમાં સૌથી વધુ કાશ્મીરખીણના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આઠમી ઓક્ટોબરે યોજાનારી પ્રથમ ચરણની ૪૨૨ વોર્ડની ચૂંટણીમાં કુલ ૧,૨૮૩ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં જમ્મુમાં ૧,૦૧૦, કાશ્મીરમાં ૨૦૭ અને લદ્દાખમાં ૬૬ ઉમેદવાર મેદાનમાં છે.