ઈસરોએ આજે નાસા સાથે મળી નિસાર મિશન લોન્ચ કર્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતે આજે બુધવારે સાંજે 5.40 વાગ્યે નિસાર (નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર)ને જીએસએલવી-એસ16 રોકેટ મારફત લોન્ચ કર્યું છે. આ પહેલું એવુ મિશન છે, જેમાં કોઈ જીએસએલવી રોકેટ મારફત સન-સિંક્રોનસ ઓર્બિટ (સૂર્ય-સ્થિર કક્ષા)માં કૃત્રિમ ઉપગ્રહ સ્થાપિત કરવામાં આવ્યો હોય.