રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે રશિયા અને જાપાનમાં સુનામીની એન્ટ્રી થઇ ગઈ હોય તેવા અહેવાલ છે.
સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર રશિયાના પેસિફિક ક્ષેત્રમાં સેવેરો અને કુરીલ્સ્કની નજીક સુનામીની લહેરો 3 મીટરથી વધારે ઊંચી ઊઠી હતી. તેમાં સૌથી સૌથી શક્તિશાળી લહેરની ઊંચાઈ 5 મીટર સુધી પહોંચી. પેસિફિક સુનામી એલર્ટ કેન્દ્ર અનુસાર હવાઈના હલેઈવા વિસ્તારમાં લગાવાયેલા ગેજમાં સામાન્ય સમુદ્રની તુલનાએ 4 ફૂટ ઊંચા સુનામીના મોજા રેકોર્ડ થયા હતા.