અત્યારે સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તા પક્ષ અને તેના નેતાઓ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) વિષયક રજૂઆતો કરી રહ્યા છે. જેમાં ખુદ વડાપ્રધાન મોદી (PM Modi) , કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishanakar), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh) એ રજૂઆતો કરી છે. જો કે વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર પર કરેલ રજૂઆતો મુદ્દે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહારો કર્યા છે.