ભારતનો પાક. સાથે સરહદે તનાવ તો ખતમ થઈ ગયો, પરંતુ ભારતે પાક.ને સમર્થન આપનારા દેશોને લક્ષ્યાંક બનાવવા માંડયા છે. ભારતે ચીન પર ટેરિફ બોમ્બ ફોડતા ચીનમાંથી આયાત થતાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ પર એન્ટી ડમ્પિંગ ડયુટી લગાવી છે. આ ડયુટી આગામી પાંચ વર્ષ માટે લગાવાઈ છે. નાણા મંત્રાલયે પ્રતિ ટન ૪૬૦થી ૬૮૧ ડોલર વચ્ચેની એન્ટી ડમ્પિંગ ડયુટીને નોટિફાઈ કરી છે.