Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતે અમેરિકાની ધમકીને અવગણીને રશિયા પાસેથી એસ-400 પ્રકારના મિસાઇલ ખરીદવા માટે આખરે હસ્તાક્ષર કરી નાંખ્યા છે. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નેતૃત્વમાં ભારત-રશિયા વચ્ચે દ્વિપક્ષિય મુલાકાત દરમ્યાન બેઠકમાં બહુચર્ચિત એર ડિફેન્સ સિસ્ટમ એસ-400 પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત સ્પેસ કોર્પોરેશનને લઇને પણ બન્ને દેશ વચ્ચે સોદો થયો છે. આ ડીલ હેઠળ સાઇબેરિયામાં ભારત દ્વારા એક મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવશે. ભારતે રશિયા પાસેથી રૂ. ૪૦,૦૦૦ કરોડમાં (5.43 અબજ ડોલર)માં પાંચ અત્યાધુનિક એસ-૪૦૦ (સર્ફેસ ટુ એર મિસાઈલ) સ્ક્વોડ્રોન ખરીદશે. આ મિસાઈલ એસ-૩૦૦નું એડવાન્સ વર્ઝન છે. બન્ને દેશના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને બીજા અન્ય અનેક સંયુક્ત નિવેદનો પણ રજૂ કર્યા હતા.. ભારત અને રશિયા વચ્ચે મિસાઈલ ડીલ ઉપરાંત રેલવે, અવકાશ, પરમાણુ, ફર્ટિલાઈઝર સહિત અન્ય ક્ષેત્રોમાં પણ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કરાયા છે. નોંધનીય છે કે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી આ કરાર નહીં કરવાની ધમકી આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ