વિકાસશીલ દેશ ભારતે આવકની સમાન વહેંચણીમાં વિશ્વમાં વિકસિત દેશોને પણ પાછળ પાડી દીધા છે. વિશ્વમાં આવકની દૃષ્ટિએ સૌથી સમાન સમાજ તરીકે ઊભરેલા સ્લોવાક રિપબ્લિક (24.1), સ્લોવેનિયા (24.3) અને બેલારુસ (24.4) પછી ભારત 25.5 સ્કોર સાથે ચોથા ક્રમે પહોંચી ગયું છે. ભારતે આવકની સમાન વહેંચણીમાં જી-7 અને જી-20ના વિકસિત દેશો તથા ચીનને પણ પાછળ પાડી દીધા છે. ભારત સરકારે સામાજિક કલ્યાણકારી યોજનાઓની મદદથી દેશમાંથી ગરીબી નાબૂદીમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ભારતના કદ, વૈવિધ્યને ધ્યાનમાં લેતા તેની આ સિદ્ધિ અસાધારણ છે તેમ વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે.