આજે 6 જુલાઈએ અગ્રણી આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા (Dalai Lama) નો 90મો જન્મ દિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ સોશિયલ મીડિયામાં માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ તેમને પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તનું પ્રતીક ગણાવ્યા છે. વડાપ્રધાને લામાના તંદુરસ્ત આરોગ્ય માટે પ્રાર્થના પણ કરી છે. ધર્મશાલા (Dharamshala) માં દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણી માટે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ધર્મશાલામાં દલાઈ લામાએ હજૂ 30-40 વર્ષ સુધી જીવતા રહેવાની મનોકામના જાહેર કરી છે.