સતત છઠ્ઠા મહિને ભારતની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં ભારતની નિકાસ 12.66 ટકા ઘટીને 22.7 અબજ ડોલર રહી છે. પેટ્રોલિયમ, લેધર, એન્જિનિયરિંગ વસ્તુઓ તથા જેમ્સ એન્ડ જ્વેલરીની વસ્તુઓેની નિકાસ ઘટતા ઓગસ્ટમાં ભારતની નિકાસમાં 12.66 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જુલાઇમાં ભારતની નિકાસમાં 10.21 ટકા અને જૂનમાં ભારતની નિકાસમાં 12.41 ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, 2019માં નિકાસ 25.99 અબજ ડોલર હતી. જો કે ઓગસ્ટ મહિનામાં આયાત પણ 26 ટકા ઘટીને 29.47 અબજ ડોલર રહી છે. જેના કારણે વેપાર ખાધ 6.77 અબજ ડોલર રહી છે.