Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કહેવત 'ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો' જેવું જ કંઈક દેશવાસીઓ સાથે થયું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઈને અનેક ચર્ચા થતી રહે છે. વિપક્ષ હંમેશા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને શાસક પક્ષની ટીકા કરતું રહ્યું છે. ભારત 15 દેશને સસ્તુ પેટ્રોલ અને ડીઝલ આપી રહ્યું હોવાનું જણાવતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું છે કે આરટીઆઈએ ભાજપની પોલ ખોલી નાખી છે. બીજા દેશોને ભારત સસ્તુ પેટ્રોલ-ડીઝલ વેચી રહ્યું છે જ્યારે દેશવાસીઓ પાસેથી બે ગણી કિંમત વસૂલ કરવામાં આવી રહી છે. આ જાણકારી માહિતી અધિકાર નિયમન અતર્ગત આપવામાં આવી હતી. ઇન્ડિયા ટુડે વેસબાઇટ પર પ્રસિદ્ધ થયેલા સમાચાર પ્રમાણે આરટીઆઈ કાર્યકર્તા રોહિત સભ્રવાલે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિંગ એન્ડ નેચરલ ગેસ એન્ડ ઓઇલ રિફાયનરી કંપની પાસેથી આરટીઆઈ કરીને માહિતી માંગી હતી કે ભારત દુનિયાના કયા કયા દેશમાં પેટ્રોલ ડીઝલ આપે છે અને તેની શું કિંમત લેવામાં આવે છે. આરટીઆઈમાં મળેલી માહિતી પ્રમાણે ભારત 15 દેશોને પેટ્રોલ ફક્ત રૂ. 34 પ્રતિ લીટર અને 29 દેશોને ડીઝલ માત્ર રૂ. 37 પ્રતિ લીટર લેખે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઈરાક, ઈઝરાયેલ, જોર્ડન, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, મલેશિયા, યુએઈ સહિત અન્ય દેશોને વેચે છે. સમાચાર પ્રમાણે આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી આ માહિતી અઢી મહિના પછી કંપનીના મેંગ્લોર કાર્યાલયના વરિષ્ઠ સરકારી અધિકારીએ આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ