ફોર્બ્સ મેગેઝિને બુધવારે 'અમેરિકાના સૌથી ધનિક ઇમિગ્રન્ટ્સ 2025'ની યાદી બહાર પાડી હતી, જેમાં લખ્યું છે કે અમેરિકાના અબજોપતિ ઇમિગ્રન્ટ્સ લિસ્ટમાં 12 અબજોપતિ સાથે ભારત પહેલા નંબરે આવે છે. આ યાદીમાં ઇઝરાયલ અને તાઇવાન 11 અબજોપતિ સાથે બીજા ક્રમે છે. ભારતીય મૂળના 12 અબજોપતિઓમાં જય ચૌધરી પહેલા નંબરે આવ્યા છે.
જય ચૌધરીની સંપત્તિ 1.5 લાખ કરોડ રૂપિયા છે
ફોર્બ્સની યાદીમાં સમાવિષ્ટ ભારતીયો પૈકી પહેલો નંબર ભારતીય-અમેરિકન જય ચૌધરીને આપવામાં આવ્યો છે. Zscalerના સ્થાપક અને CEO જય ચૌધરીની કુલ સંપત્તિ 17.9 બિલિયન ડોલર (લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. તેઓ સુરક્ષા ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે અને હાલમાં અમેરિકામાં સૌથી સફળ ભારતીય ઇમિગ્રન્ટ ગણાય છે.