ગઈકાલે બપોરે અમદાવાદના નારોલમાં આવેલ કેમિકલના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ (Ahmedabad blas) માં 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. ત્યારે નારોલ પોલીસે 160 મુજબનું સમન્સ આપી 3 લોકોની પૂછપરછ શરૂ કરી છે. ગોડાઉનના મૂળ માલિક બુટા ભરવાડ, કેમિકલ ગોડાઉનના મલિક હિતેશ સુતરિયા અને પાસેના ગોડાઉનના મલિક અમિતની બ્લાસ્ટ અને આગમાં બેદરકારી સંબંધે પૂછપરછ શરૂ કરાઈ છે. બપોર સુધીમાં એફએસએલના પ્રાથમિક રિપોર્ટ અને પુરાવા બાદ ફરિયાદ નોંધાઈ શકે છે. જવાબદારો સામે ફરિયાદ નોંધાયા બાદ અટકાયત થઈ શકે છે. સેક્ટર-2 જેસીપી ગૌતમ પરમાર પોલીસ સ્ટેશનની મુલાકત લેશે.