ઈરાક (Iraq) ની રાજધાની બગદાદની એક હોસ્પિટલમાં આગ (Fire) લાગવાથી ઓછામાં ઓછા 50 લોકોના મોત થયાના દર્દનાક ખબર છે. કહેવાય છે કે હોસ્પિટલના કોરોનાવોર્ડ (Corona Ward) માં આ આગ લાગી છે. જ્યાં વાયરસથી સંક્રમિત લોકોની સારવાર ચાલુ હતી. અકસ્માતમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.
ઘાયલોની હાલત ગંભીર
દક્ષિણ બગદાદની અલ હુસૈન ટિચિંગ હોસ્પિટલમાં આ અકસ્માત થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના લોકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે. આ સાથે જ જે લોકો ઈજાગ્રસ્ત છે તેમની પણ હાલાત ગંભીર કહેવાઈ રહી છે. હોસ્પિટલમાં આગનું કારણ શોર્ટ સર્કિટ કહેવાઈ રહ્યું છે. જો કે હજુ આ અકસ્માત પર તપાસ થવાની બાકી છે.