ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લાં 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. જુધઈ ગામ નજીકથી તેના ફાર્મહાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે.