Dr ચંદ્રકાંત મહેતા જેઓ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, લેખક અને પત્રકાર તરીકે જાણીતા છે તેમના સ્વ. પુત્ર પિનાકીન ચંદ્રકાંત મહેતા જેઓ ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ હતા તેથી ડી માર્ટ થી જોધપુર ગામ તરફના માર્ગને સ્વ. પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી ચંદ્રકાંતભાઈ મેહતા, તેમાં ધર્મ પત્ની, સ્વ. પિનાકીનભાઇ ના પત્ની અને તેમના પુત્ર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવના ચેરમેન અજયભાઈ પટેલ, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, AMC પક્ષ ના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, AMC ની વિવિધ કમિટી ના ચેરમેન પ્રીતેશભાઈ મેહતા, બળદેવભાઈ પટેલ, જોધપુર વોર્ડ ના કોર્પેરેટર પ્રવિણાબેન પટેલ,અરવિંદભાઈ પરમાર તથા અન્ય સભ્યો, તેમજ હાઇકોર્ટના નિવૃત જજ, મીડિયા પ્રતિનિધિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ, નામાંકિત ઉદ્યોગપતિઓ ની હાજરીમાં નામાભિધાન કરવામાં આવ્યું.