રાહુલ ગાંધી મેઘાલય પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસે યુવાનો વચ્ચે પ્રભાવ વધારવા માટે એક કોન્સર્ટનું આયોજન કર્યું હતું. તેમાં રાહુલ એક બ્લેક જેકેટ પહેરીને આવ્યા હતા. મેઘાલય ભાજપે તે અંગે કહ્યું કે, જેકેટની કિંમત લગભગ ૭૦,૦૦૦ રૂપિયા છે. બ્લેક મનીની સાથે સૂટ-બૂટની સરકાર દેખાડે છે કે રાજ્ય સરકારમાં કેટલો ભ્રષ્ટાચાર છે. મેઘાલય ભાજપે જેકેટનો મૂળ ફોટો અને કિંમત પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેકેટ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મેઘાલયમાં ૨૭મી ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.