Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જૂનાગઢમાં મતદારોને ધમકાવતા હોવાની હકીકત મળતા એ ડીવીજન પોલીસ તે તપાસમાં હતી, તે દરમિયાન સરદાર ચોક સર્કલ પાસે એક કારમાંથી બે શખ્સને પોલીસે દારૂની એક બોટલ અને રોકડ ૩.૯૩ લાખ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે કોંગ્રેસે ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી છે કે આ માણસ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો પીએ છે. આ બાબતે પગલાં લેવા માગણી કરવામાં આવી છે.
જૂનાગઢ એ ડીવીજન પીઆઈ એમ.એ.વાળાએ ફ્રીયાદી બનીને ગુન્હો નોધાવ્યો હતો. ફ્રિયાદમાં જણાવ્યું છે કે, સવારે ૭.૩૦ કલાકે સરદાર ચોક સર્કલ પાસે સંજય ઉફ્ર્ બાંડીયો સોલંકી અને તેના બે માણસો અશોક અને કિશોર ખાંટ મતદારોને ધમકાવી રહ્યા છે, તેની તપાસ માટે ગયા ત્યારે અહી સફ્દ કાર નંબર જી.જે.૧૧ .બી.આર.૬૨૬૪ માંથી સંજય સોલંકી મળી આવ્યો હતો. કારની તલાસી લેતા કારમાંથી ૫૦૦ એમ.એલ.દારૂ ભરેલી એક બોટલ મળી આવી હતી. જેથી કાર ચલાવતા રવિરાજ અતુલ વ્યાસની તલાસી લેતા તેની પાસેથી ૩.૩૧ લાખ રોકડા અને સંજય પાસેથી ૬૨,૨૨૦ રોકડા મળી આવ્યા હતા. પોલીસે બનેની દારુ, રોકડ અને કાર સહિત ૭ લાખના મુદામાલ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ