બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પોતાની બાન્દ્રા ઓફિસનો ૪૦ ટકા હિસ્સો ગેરકાયદેસર રીતે તોડી પાડવા માટે બૃહદ મુંબઈ નગરપાલિકા સામે રૂ. ૨ કરોડનાં નુકસાની વળતરનો દાવો માંડયો છે. તેણે હાઈકોર્ટમાં કરેલી સુધારેલી અરજીમાં જણાવ્યું છે કે તેની ૪૦ ટકા ઓફિસ તોડી પડાઈ છે. જેમાં કેટલાક દુર્લભ ફાનસ તેમજ કલાકૃતિઓનો નાશ કરાયો છે. પ્રોપર્ટીનાં ફરી ઉપયોગ માટે વચગાળાની રાહત આપવા માગણી કરાઈ છે. બીએમસી દ્વારા તેની નોટિસનાં જવાબની રાહ જોયા વિના પ્રોપર્ટી તોડી પાડવામાં આવી હતી. બીએમસીએ આક્ષેપ કર્યો હતો કે કંગના દ્વારા મંજૂર કરવામાં આવેલા પ્લાનમાં ફેરફાર કરીને કેટલુંક વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે. અભિનેત્રીને આ મામલે હેરાન પરેશાન કરવાના આક્ષેપો ખોટા છે.