કોલંબિયાની દક્ષિણ પશ્ચિમ સરહદે આવેલા પુતોમાયો પ્રાંતમાં ભારે વરસાદને અંતે જમીન ધસીપડતા અનેક મકાનો તૂટી પડતા ૧૫૪ લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા છે. કોલંબિયાના પ્રમુખ જૌન મેન્યુઅલ સેન્ટોસ તાત્કાલિક મોકોઆ પહોંચી ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
ભારે વરસાદનેકારણે અનેક નદીઓ ઓવરફલો થઇ જવાના કારણે જમીન ધસી પડી હતી.