Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના વિભિન્ન ભાગમાં સતત ભૂકંપ આવી રહ્યો છે. શુક્રવારે દેશમાં ત્રણ ભૂકંપ આવ્યા હતા. હરિયાણા અને મેઘાલય બાદ ત્રીજો ભૂકંપ લદાખમાં આવ્યો હતો, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર લદાખમાં રાત્રે 8.15 કલાકે 4.5ની તીવ્રતાનો ભૂકંપ રિક્ટર સ્કેલ પર નોધાયો હતો. જોકે ભૂકંપના કારણે જાનહાનીના કોઈ સમાચાર નથી. આ પહેલા મેઘાલયમાં પણ સાંજે ભૂકંપના આંચકા આવ્યા હતા.

છેલ્લા ઘણા દિવસથી મિજોરમમાં ભૂકંપ બાદ શુક્રવારે મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શુક્રવારે મેઘાલયના તુરાથી પશ્ચિમમાં 79 કિમી દૂર તેનું કેન્દ્ર હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી. જોકે નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

શુક્રવારે ભૂકંપના આંચકા હરિયાણા અને દિલ્હીના બહારના વિસ્તારમાં આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર રોહતક હતું, જે બપોરે 3.32 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા માપવામાં આવી હતી અને તે જમીનથી 10 કિમી ઊંડાઈમાં હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ