ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના સમાપન બાદ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હોટેલ રિટ્ઝ કાર્લટનમાં એક દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી, ઊર્જા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. રશિયન રાષ્ટ્રપતિએ આ વાતચીતમાં કહ્યું કે, 'વડાપ્રધાન મોદીને મળીને મને આનંદ થયો.' ટ્રમ્પના દબાણ વચ્ચે ભારત-રશિયાના સંબંધો સિદ્ધાંતોના આધારે મજબૂત રહેશે.'