સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સામાન્ય લોકો માટે સારા સમાચાર સાથે થઈ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રુ.51.50 ઓછો થયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં તેની કિંમત રુ.1,631 થી ઘટીને રુ.1,580 થઈ ગઈ છે.