દેશ સમાન નાગરિકસંહિતા માટે રાહ જોઈ શકે છે, પરંતુ મહિલાઓ અને પુરુષો માટે લગ્નની ન્યુનત્તમ કાયદાકીય ઉંમર સમાન હોવી જોઈએ. આ સૂચન વિધિ આયોગે આપ્યો છે. આયોગે કહ્યું કે મહિલાઓ-પુરુષો માટે લગ્નની ન્યુનત્તમ કાયદાકીય ઉંમર સમાન હોવી જોઈએ. વયસ્કો વચ્ચે લગ્નની અલગ-અલગ ઉંમરની વ્યવસ્થાને દૂર કરવી જોઈએ. આયોગે સમાન નાગરિકસંહિતા ને લઈને કહ્યું કે હાલ દેશમાં આની જરૂર નથી.