ચંદા કોચરે આખરે ICICI બેન્કના સીઈઓ અને એમડીપદેથી તત્કાળ અમલમાં આવે તેવી રીતે રાજીનામું આપ્યું છે. ચંદા કોચરે ICICI બેન્ક અને બેન્કની પેટા કંપનીઓનાં બોર્ડમાંથી પણ રાજીનામું આપ્યું છે. બેન્કે તેમનાં સ્થાને CEOપદે સંદીપ બક્ષીની નિમણૂક કરી છે. બેન્કનાં બોર્ડે મુદત પૂરી થયા પહેલાં હોદ્દો છોડવાની(વહેલી નિવૃત્તિ)ની ચંદા કોચરની માગ સ્વીકારી હતી. આ પછી બેન્ક દ્વારા સંદીપ બક્ષીને સીઈઓ તેમજ એમડી તરીકે નિયુક્ત કરાયા છે, તેમનો કાર્યકાળ ૫ વર્ષનો રહેશે અને તે ૩ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ પૂરો થશે.