ન્યૂયોર્કમાં સદીની સૌથી અનોખી હરાજી યોજાવાની છે. વિશ્વ પ્રખ્યાત ઓક્શન હાઉસ સોથર્બી મંગળ ગ્રહના સૌથી મોટા ઉલ્કાપિંંડ એનડબ્લ્યુએ-૧૬૭૮૮ને વેચવા જઈ રહી છે. આ ઉલ્કાપિંડ ૨૪.૬૭ કિલોગ્રામનું છે. તેની કિંમત ૩૪ કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. આ હરાજી ૧૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ ન્યૂયોર્કમાં યોજાશે.