#MeToo અભિયાન હેઠળ યૌન શોષણનો આરોપનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર ડાયરેક હુમલો કરવાથી બચતા આવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી પર નિશાન સાધ્યો છે.
અસલમાં NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ ફિરોઝ ખાન પર લાગેલ યૌન શોષણના આરોપ પર બેકફૂટ પર ચાલી રહેલી કોંગ્રેસે તેમનું રાજીનામુ લીધા બાદ બીજેપી પર સખત પ્રહાર કરવાના મૂડમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બે દિવસીય મધ્ય પ્રદેશ યાત્રાના અંતિમ દિવસે મુરૈનામાં એક જનસભાને સંબોધિત કરતી વખતે કહ્યું કે, મોદી સરકારના મંત્રી પર આરોપ લાગ્યા, ઉત્તર પ્રદેશમાં બીજેપીના ધારાસભ્ય પર રેપના આરોપ લાગ્યા પરંતુ મોદી જી અને યોગી જી બંને ચુપ રહ્યાં. મોદી સરકારના બેટી પઢાઓ, બેટી બચાવોના નારા પર તંજ કસતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “સાચો નારો છે- બેટી પઢાઓ બીજેપીના નેતાઓ અને ધારાસભ્યોથી બેટી બચાવો”