રશિયાનાં સેંટ પીચર્સબર્ગના મેટ્રો સ્ટેશનમાં સોમવારે એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત થયા હતા જ્યારે 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક અહેવાલો પ્રમાણે સેનાયા સ્કવેર અને સાડાવોયા વચ્ચે ટ્રેન મુસાફરી કરતી હતી આ દરમિયાન બ્લાસ્ટ થયો હતો.