-
કેન્દ્રના જુનિયર મંત્રી અને પૂર્વ સંપાદક એમ.જે. અકબરે #MeToo ઝૂંબેશ હેઠળ તેમની સામે જાતિય શોષણના આરોપ મૂકનાર મહિલા પત્રકાર પ્રિયા રામાનીની સામે દિલ્હીની કોર્ટમાં બદનક્ષીની જે ક્રિમિનલ ફરિયાદ કરી છે તેમાં અકબરના વકીલ તરીકે 2-5 નહીં પણ 97 વકીલોના વકીલાતનામાના કાગળો કોર્ટમાં બિડવામાં આવ્યાં છે. તેમનો કેસ લીગલ ફર્મ કારંજવાલા એન્ડ કંપની લડવાની છે. 97 વકીલોની ફોજને લઇને સોશ્યલ મિડિયામાં મંત્રી અકબરની ટીપ્પણી થઇ રહી છે કે એક પિડિત અબળાની સામે અકબર ધી ગ્રેટ દ્વારા 97 વકીલો ઉભા રાખ્યા છે. જે બતાવે છે કે ખરેખર આરોપી કોણ છે...? કોણ બચવાના પ્રયાસો કરી રહ્યાં છે..?!