ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ જવલંત દેખાવ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. અહીં મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. એટલું જ નહીં, તેમનું સન્માન કરવા એક સમારંભનું પણ આયોજન કરાયું હતું. અહીં હજારો કાર્યકરો અને ચાહકોને વધામણી આપવા વડાપ્રધાન મોદીએ સુરક્ષાકર્મીઓ સાથે દિલ્હીના ભાજપ કાર્યાલયથી વિજયી કૂચ કરી હતી.