વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2015થી અત્યાર સુધીમાં 58 દેશોની મુલાકાત લીધી હતી, મોદીના આ પ્રવાસ પાછળ 517.82 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.
આ જાણકારી કોરોના સંકટ વચ્ચે સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં આપી હતી. સંસદમાં વિપક્ષના એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે 2015થી લઇને અત્યાર સુધી મોદીના વિદેશ પ્રવાસ પાછળ 517.82 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
સાથે મંત્રાલયે કહ્યું હતું કે વિદેશ પ્રવાસ દરમિયાન વ્યાપાર, ઇન્વેસ્ટમેંટ, સંરક્ષણ સહિત અનેક કરારો પણ આ દેશો સાથે થયા છે. મોદીએ 2015 પછી 58 દેશોની મુલાકાત લીધી, જોકે આ વર્ષે કોરોના મહામારીને કારણે તેઓ વિદેશ પ્રવાસ માટે નથી જઇ શક્યા.
જ્યારે ફેબુ્રઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમન બાદ અન્ય કોઇ મોટા વિદેશી નેતા ભારત નથી આવી શક્યા. નરેન્દ્ર મોદી હાલ વિદેશ નથી જઇ શક્યા પણ તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિદેશી નેતાઓના સંપર્કમાં છે. આ સપ્તાહે જ તેઓ સંયુક્ત રાષ્ટ્રને પણ વીડિયો કોન્ફરન્સથી સંબોધવાના છે.