સાતમી વખત બિહારના મુખ્યમંત્રી બનેલા નીતિશ કુમારે રવિવારે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ વખતે મારી મુખ્યમંત્રી બનવાની જરા પણ ઈચ્છા ન હતી પરંતુ મારા ઉપર દબાણ કરવામાં આવ્યું કે હું મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કરવાનું સ્વીકાર કરું. તેમણે કહ્યું કે કોઈપણ મુખ્યમંત્રી બને કે કોઈને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવે એનાથી મને કોઈ ફરક પડતો નથી.