ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રને નવી દિશા આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારથી શરૂ થનારી સેમિકોન ઇન્ડિયા – 2025 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન દેશના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને વિશ્વ સ્તરે ભારતને અગ્રણી સ્થાન અપાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.