ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાલમાં સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે. ત્યારે આજે સી. આર. પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસનો ત્રીજો દિવસ છે. સાંજે તેઓ ચોટીલા જશે. તેઓએ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “રાજકીય પાર્ટીમાં નાના–મોટા જૂથ હોય છે. પરંતુ હવે પછી મારા સમયમાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ ચલાવીશું નહીં. પક્ષમાં પણ અમે આદેશ આપ્યો છે કે જૂથવાદ નહીં ચલાાવાય. કાર્યકરો પણ કોઈ પણ જૂથમાં ન જોડાય તે તેમની માટે સારૂં છે. કાર્યકર્તાઓ જૂથવાદથી દૂર રહે.”
તેઓએ વધુમાં જણાવ્યું કે, “રાજકોટ જાગૃત શહેર છે. બે જિલ્લાઓનો અમારો પ્રવાસ પૂર્ણ થયો. પ્રવાસ દરમ્યાન દર્શનનો પણ લાભ મળ્યો. આગામી દિવસોમાં મનપાની ચૂંટણી છે. બે વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી પણ આવે છે. જેથી ગુજરાતમાં અમારો 182માંથી 182 બેઠકો જીતવાનો સંકલ્પ છે.”
આ ઉપરાંત કહ્યું, “અમે સૌરાષ્ટ્રની દરેક સીટ માટે અલગ-અલગ રણનીતિ બનાવીને આગળ વધીશું. અર્જુનની આંખ જોઇને અમે આગળ વધીશું. ભાજપ એક સંકલ્પ બેઠક સાથે આગળ વધી રહ્યું છે. અગાઉ 26માંથી 26 લોકસભાની બેઠકમાં ભાજપે જીત મેળવી છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે 182 બેઠક અમે સરળતાથી જીતી જઇશું. અમે કાર્યકર્તાઓનાં પ્રશ્નોનું પણ નિરાકરણ લાવીશું.”
વધુમાં કહ્યું કે, “કાર્યકર્તાઓ તરફથી અમને કેટલાંક સૂચનો પણ મળતા રહે છે. કાર્યકર્તાઓના સૂચનોનું અમે જરૂરથી પાલન કરીશું. રાજકીય પાર્ટીમાં નાના-મોટા જૂથ હોય છે પરંતુ અમે પક્ષમાં આદેશ આપ્યો છે કે હવે કોઇ પણ જૂથવાદ નહીં ચલાવી લેવાય. ટિકિટ મેરિટને આધારે મળે છે. કોઇની ભલામણથી ટિકિટ નથી મળતી. કોઇને કોઇની લાગવગથી પદ નહીં મળે. ભાજપ વિકાસનાં મુદ્દે જ આગળ વધશે. ભાજપમાં કોઇને લાવવાની જરૂર નહીં પડે.”