Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઓનલાઇન અને મોબાઇલ ફ્રોડના વધતા મામલાને ધ્યાનમાં રાખી ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના સાયબર સિક્યોરિટી ટ્વીટર હેન્ડલ CyberDost પર યુઝર્સને +92 અને+01 નંબરોથી શરુ થતા કોલ્સથી બચવા ચેતવણી આપવામાં આવી છે.

સરકારે યુઝર્સને ફેક કોલ્સ અંગે યુઝર્સને એલર્ટ કર્યા છે. સાયબર દોસ્ત ટ્વીટર હેન્ડલ પર આ અંગે બધી માહિતી આપવામાં આવી છે.

નોર્મલ વોઇસ કોલ ઉપરાંત વોટ્સએપ કોલ આવે છે

સાયબર દોસ્ત મુજબ છેતરપિંડીના આશયના ઓ કોલ્સ મોટા ભાગે +92 અને+01થી શરુ થતાં નંબરોથી કોલ્સ આવે છે. વળી તે નોર્મલ વોઇસ કોલ ઉપરાંત વોટ્સએપ કોલ્સ પણ હોઇ શકે છે. આ કોલ્સનો હેતુ યુઝર્સની પર્સનલ અને સેમ્સેટિવ માહિતી ચોરી લેવાનો હોય છે. કોલ કરનારી વ્યક્તિ યુઝર્સને વાતોમાં ભેરવી ડીટેઇલ્સ ચોરી લે છે. આવા કોલ્સથી સતર્ક રહેવા અને બેન્કીંગ ડિટેઇલ કોઇની સાથે શેર નહીં કરવા તાકીદ કરાઇ છે.

લકી ડ્રો કે લોટરીની લાલચ આપે છે

કોલ દરમિયાન લોકોના બોન્ક એકાઉન્ટ નંબરથી લઇ ડેબિટ કાર્ડની માહિતી મેળવી લેવાય છે. તેના માટે યુઝરને લોટરી કે લકી ડ્રોની લાલચ આપવામાં આવે છે. બદલામાં બેન્કિંગ માહિતી જીતેલી રકમના પૈસા એકાઉન્ટમાં જમા કરાવવાનું કહી માગી લે છે. ફ્રોડ કરનાર કોઇ મોટી કંપનીનું નામ લઇ વિશ્વાસમાં અપાવે છે.

ધ્યાન રાખોઃ ભૂલથી પણ કોઇ QR કોડ સ્કેન ન કરશો

કોલર દ્વારા ઘણી વખત QR કોડ કે ખાલી કોડ મોકલી તેને સ્કેન કરવાનું કહેવામાં આવે છે. ભૂલથી પણ આવા કોડ સ્કેન કરવા નહીં. કૌભાંડી અલગ-અલગ નંબરથી એક કરતા વધુ વખત પણ કોલ્સ કરી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ