ભારત અને પાકિસ્તાનની સરહદો પર થોડા દિવસ શાંતી રહ્યા બાદ ફરી એકવાર બંદૂકની ગોળીઓ અને મોર્ટાર સેલથી ધણધણી ઉઠી છે. પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં બીજી વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાને 24 કલાકની અંદર ફરી સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કરતા પૂંછ જિલ્લામાં આવેલી એલઓસી પર મોર્ટ સેલ છોડ્યા અને ઓટોમેટિક હથિયારો વડે ફાયરિંગ કર્યું.