પહલગામ આતંકવાદી હુમલા બાદથી જ ભારતીય સેના આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેની રાહ જોવાઈ રહી હતી. એવામાં સેનાના બહાદુર જવાનોએ 'ઓપરેશન સિંદૂર' પાર પાડ્યું છે અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ભારતની કડક કાર્યવાહી બાદ પાકિસ્તાને બેબાકળા થઈ LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સરહદ પર ગોળીબારમાં ભારતના ત્રણ નાગરિકોના નિધન થયાની ભારતીય સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય સેના પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. સરહદ વિસ્તારમાં ઘણા નાગરિકો બંકરમાં આશરો લઈ રહ્યા છે.