પાકિસ્તાનના વિમાનોની ભારત એર સ્પેસમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવનારી નોટિસ ટુ એરમેન (NOTAM)ની મુદ્દત સત્તાવાર ધોરણે 23 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિમાનોની ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર મારફત પાકિસ્તાન અને POKમાં સ્થિત આતંકી ઠેકાણાં પર આક્રમક હુમલા કર્યા હતાં. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.