કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરૂં વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT (ALT બાલાજી), દેશીફ્લિક્સ, અને બિગ શોટ્સ જેવી અનેક એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરાયું છે.
નોટિફિકેશન અનુસાર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, દેશભરમાં આ પ્રકારના સોફ્ટ પોર્ન કન્ટેન્ટ દર્શાવતી 25 વેબસાઈટ્સ તાત્કાલિક ધોરણે બ્લોક કરવામાં આવે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રાલયને આ પ્રકારની એપ્સ અને વેબસીરિઝ એડલ્ટ કન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને ઉલ્લુ, અલ્ટ, અને દેશીફ્લિક્સ સહિતના 25 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવા આદેશ અપાયો છે.