બ્રાઝિલિયા એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું. બ્રાઝિલના સંરક્ષણ પ્રધાન જોસ મુસિયો મોન્ટેરો ફિલ્હોએ વડા પ્રધાનનું સ્વાગત કર્યું. પીએમ મોદી રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને મળવાના છે. આ દરમિયાન સંરક્ષણ, વેપાર, ઉર્જા, કૃષિ, આરોગ્ય જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.