દેશનું પ્રથમ વિશ્વ ઓડિયો, વિઝ્યુઅલ, અને મનોરંજને સાંકળતા WAVES Summit 2025 ની આજથી મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટર ખાતે શરૂઆત થઇ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI) સમિટનું ઉદ્ઘાટન કર્યું અને સમિટમાં હાજર મહાનુભાવોને સંબોધિત કર્યા છે. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાનથી લઈને ચિરંજીવી સુધી ફિલ્મ જગતના ટોચના કલાકારો ઉપસ્થિત રહ્યા છે.