સુરત શહેરમાં પોલીસની દાદાગીરીનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાસબુક ભરાવા જેવી સામાન્ય બાબતો એક પોલીસ કર્મચારીએ બેંકની મહિલા કર્મચારીને ફટકારી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. હાલ આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, શહેરના સારોલી સ્થિતિ કેનેરા બેંકમાં સંતોષ નામનો એક પોલીસ કર્મચારી પોતાની બેંક પાસબુક અપડેટ કરાવવા માટે પહોંચ્યો હતો. જો કે બેંકમાં પ્રિન્ટર ખરાબ હોવાના કારણે મહિલા કર્મચારીએ એન્ટ્રી કરવાની ના પાડી હતી.
આ મામલે બેંક કર્મચારી અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ પોતાના પદનો રૂઆબ રાખીને પોલીસ કર્મચારી સંતોષ બેંક અધિકારીઓને ઉપયોગ માટેના એરિયામાં સ્લાઈડિંગ દરવાજો ખોલીને દાખલ થાય છે અને ત્યાં ઉભી રહેલી બેંક કર્મચારી સાથે મારામારી કરે છે. આ સમગ્ર ઘટના બેંકના CCTVમાં કેદ થઈ જાય છે.
આ ઘટના સંદર્ભે બેંક કર્મચારીઓમાં ભારે રોષ છે. તેઓ આ પોલીસ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. બેંક કર્મચારીઓના સંગઠનની માંગ બાદ પોલીસ કર્મચારી સંતોષ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. સુરત પોલીસે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.