ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિઘમના એઝબેસ્ટનમાં એન્ડરસન-તેંદુલકર ટ્રોફી 2025ની બીજી મેચ રમાઈ રહી છે. શુક્રવારે (4 જુલાઈ) મેચનો ત્રીજો દિવસ હતો. ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 407 રન પર ઓલઆઉટ થઈ ગઈ. સિરાજે 6 વિકેટ આંચકી છે જ્યારે આકાશદીપને 4 સફળતા મળી છે. ઈંગ્લેન્ડના 6 બેટર ખાતું પણ ન ખોલાવી શક્યા. ભારત પાસે 180 રનની લીડ હતી. ત્યારબાદ ભારતે બીજી ઇનિંગમાં દિવસની રમત પૂર્ણ થાય ત્યાં સુધીમાં 64 રન બનાવી લીધા હતા. એટલે હવે ભારતની લીડ 244 રનની થઈ ગઈ છે.