Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિ ખૂબ જ નાજુક છે ત્યારે તેમની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પિતાની નાજુક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. શર્મિષ્ઠાએ ટ્વિટ કરી હતી કે, ઠીક એક વર્ષ પહેલા તેમનાં પિતાને ભારત રત્ન વડે સન્માનિત કરવામાં આવેલા અને એક વર્ષ બાદ આજે તેઓ ગંભીર રીતે બીમાર છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિ ખૂબ જ નાજુક
શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ગત વર્ષે 8 ઓગષ્ટના રોજ મારા માટે સૌથી વધુ ખુશીનો દિવસ હતો કારણ કે મારા પિતાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઠીક એક વર્ષ બાદ 10 ઓગષ્ટે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા છે. ભગવાન તેમના માટે બધું જ સારૂ કરે તથા મને જીવનના સુખ અને દુખ બંને સમાન ભાવથી સ્વીકાર કરવાની શક્તિ આપે. હું તેમના માટેની ચિંતાને લઈ તમામનો ઈમાનદારીપૂર્વક આભાર માનું છું.’

ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેમને વેન્ટિલેટર સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિના મસ્તિષ્કની સર્જરી કરવામાં આવી હતી અને સોમવારે બપોરે તેમને સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર્જરી પહેલાં તેઓ કોવિડ-19થી પોઝિટિવ હોવાની પૃષ્ટિ પણ થઈ હતી.

હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિ નાજુક હોવાની અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાની જાણકારી આપવામાં આવી હતી. સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિના મસ્તિષ્કની સર્જરી કરવામાં આવી હતી અને તેમના મસ્તિષ્કમાં લોહી ગંઠાઈ ગયું હતું. જો કે હજુ સુધી તેમની સ્થિતિમાં કોઈ સુધારો નથી જણાઈ રહ્યો અને સ્થિતિ ખૂબ નાજુક છે.

 પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગષ્ટના રોજ 12:07 કલાકે ગંભીર સ્થિતિમાં દિલ્હી છાવણી ખાતેની સેનાની આર એન્ડ આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સર્જરી બાદ તેમની સ્થિતિ ગંભીર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ