રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવાના નિર્ણય પર હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સવાલ કર્યો છે. 8 એપ્રિલે સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો, જેના પર રાષ્ટ્રપતિ મૂર્મુએ પ્રતિક્રિયા આપતા 14 પ્રશ્ન કર્યા છે. દ્રૌપદી મૂર્મુએ આ નિર્ણયને બંધારણના મૂલ્યો અને વ્યવસ્થાની વિરૂદ્ધ હોવાનું જણાવ્યું. આ સાથે જ બંધારણીય મર્યાદાનું અતિક્રમણ પણ કહ્યું. રાષ્ટ્રપતિ મૂર્મુએ હવે બંધારણના અનુચ્છેદ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને 14 બંધારણીય પ્રશ્નો પૂછ્યા છે.