ભારતની સૌથી મોટી કાર કંપની એવી મારુતિ (Maruti) સુઝુકી ઇન્ડિયા દ્વારા પોતાની તમામ કેટેગરીની કારની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની તમામ કારના વિવિધ મોડલો પર રૂ. 6100 જેટલો ભાવવધારો અમલી કરી દીધો છે, જ્યારે બીજી તરફ મર્સિડિઝ બેન્ઝ કંપનીએ પોતાની કારની કિંમતમાં ચાર ટકાનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે.