Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં MG Motors ઘણી મોટી યોજનાઓ પર કામ કરી રહી છે. મે 2019માં MG Hector SUVના લોન્ચિંગ બાદ તે પહેલી ઇલેક્ટ્રિક MG eZS એસયૂવી લોન્ચ કરશે. કંપની તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર સિંગલ ચાર્જમાં 400 કિમીનું અંતર કાપશે.

MG eZSમાં 110 કિલોવોટની ઇલેક્ટ્રિક મોટર લાગેલી હશે. તેના યૂરોપિયન મોડલમાં 45.6 kWh વાળી લીથિયમ આયન બેટરી લગાવવામાં આવશે. જે ન્યૂ યૂરોપિયન ડ્રાઇવિંગ સાઇકલ (એનઇડીસી) મુજબ 355 કિમીનું અંતર કાપી શકાશે. તો બીજી તરફ ભારતમાં લોન્ચ થનાર મોડલમાં 52.5 kWh વાળી લીથિયમ આયન બેટરી લાગેલી હશે, જે સિંગલ ચાર્જમાં 400 કિમીનું અંતર કાપશે. 

પ્રાપ્ત માહિતી મુજબ, MG eZS એસયૂવીને ચાર્જ થવામાં 8 કલાકનો સમય લાગશે. તો બીજી તરફ ડીસી ચાર્જર પર માત્ર 30 મિનિટમાં જ 80 ટકા સુધી ચાર્જ થઇ જશે. આ કાર માત્ર 3.1 સેકન્ડમાં 0.50 કિમી પ્રતિ કલાકની ગતિ પકડવા માટે સક્ષમ હશે. 

સમાચારો મુજબ, MG Motors પોતાની આ એસયૂવીની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ રાખશે. તો બીજી તરફ MG eZSની ટક્કર Hyundai Kona ઇલેક્ટ્રિક એસયૂવી સાથે થશે. આ ઉપરાંત મારૂતિની વેગન આર ઇલેક્ટ્રિક સિંગલ ચાર્જ પર 200 કિમી દોડશે.

MG eZS ભારતમાં નવેમ્બર 2019માં લોન્ચ કરવામાં આવી શકે છે. MGએ eZS એસયૂવીને ગત વર્ષે ગ્વાંગઝૂ ઓટો શોમાં લોન્ચ કરી હતી. 

એમજીની યોજના છે કે જો એસયૂવીને સારી પ્રતિક્રિયા મળશે તો ગુજરાતના હાલોલ આ કારની બેટરી બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવશે. MG Motorsને ફેમ-2થી ખૂબ જ આશાઓ છે. જણાવી દઈએ કે, સરકાર ફેમ-2 એટલે કે ફાસ્ટર એડપ્શન એન્ડ મેન્યૂફેક્ચર ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સ્કીમ પર કામ કરી રહી છે. જેના હેઠળ સરકાર ઇલેક્ટ્રિક કારો પર આકર્ષક સબસિડી આપશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ