રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને અમેરિકાની શિકાગો બિઝનેસ સ્કૂલના અર્થશાસ્ત્રના પ્રોફેસર રઘુરામ રાજને વધુ એક મંદી અંગે વિશ્વને ચેતવણી આપી છે. અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં આવેલા જેક્શન હોલ રિસોર્ટ ખાતે બોલતા તેમણે જણાવ્યુ હતુ કે લિવરેજ અને એસેટની ઊંચી કિંમત બન્ને ભેગા થાય એવા માર્કેટમાં મંદીની શક્યતા ખુબ વધી જાય છે.
તેમણે કહ્યુ હતુ કે લિવરેજ અને હાઈ એસેટ પ્રાઈઝ એ વેપારમાં ઝેર ભેળવવાનું કામ કરશે. માટે વિશ્વના દેશોએ તેનાથી સાવધ રહેવું જોઈએ. ૨૦૦૮ની મહામંદીની સૌથી પહેલી આગાહી રઘુરામ રાજને જ ૨૦૦૫માં જેક્શન હોલ ખાતેથી જ કરી હતી.