રાજસ્થાન સરકારે નાણાકીય વર્ષ 2018-19ના બજેટમાં પત્રકારો માટે ખાસ જોગવાઈઓની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે શાસકપક્ષ ભાજપનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જાહેરાત કરી છે કે રાજસ્થાનમાં પત્રકારોને ઘર માટે 25 લાખ સુધી વગરવ્યાજની લોન મળશે અને ફોટો જર્નાલિસ્ટ અને વીડિયો જર્નાલિસ્ટને કેમેરાવીમો પણ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.