Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ સતત વધતુ જાય છે. એવામાં એક બાજુ વરસાદે પણ કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોના કહેર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે. જેલમાં એકસાથે 23 કેદીઓને કોરોના પોઝિટિવ આવતાં જેલ પ્રશાસનમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ તમામ કેદીઓને હાલમાં આઈસોલેટ કરવામાં આવ્યાં છે.

જો કે પોઝિટિવ કેદીઓનાં સંપર્કમાં આવેલાં અન્ય લોકોનું પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાઈ રહ્યું છે. જ્યાર બાદ હજુ જેલમાંથી વધારે કોરોનાનાં કેસો આવે તેવી શક્યતાઓ છે. હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જ જાય છે. એવામાં મોતનાં આંકડાઓમાં પણ વધારો થતો જાય છે. ગત રોજના રાજકોટમાં કુલ 95 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતાં. જ્યારે 5 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાં હતાં. જ્યારે રાજકોટ શહેરમાં 64 અને ગ્રામ્ય વિસ્તારમાં 31 નવા કેસો નોંધાયા છે. જ્યારે છેલ્લાં 7 દિવસમાં 100 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ